અમદાવાદમાં અષાઢી બીજે 146મી રથયાત્રા નિકળનાર છે. જેને લઈ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં રિહર્સલ કરવામાં આવ્યું છે. રથયાત્રા રૂટ પર પોલીસ અને પેરામિલિટરી અને ડિફેન્સની અલગ અલગ ટીમો દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું.બીજી તરફ આયોજનમાં કોઈ પણ કચાશ ન રહી જાય તે માટે આ વખતે પોલીસે ટેક્નોલોજીનો પણ એટલો જ ઉપયોગ કર્યો છે.
ભક્તો અને લોકોના ઉત્સાહની સાથે પોલીસ પણ આ તમામ રથયાત્રાને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે અલગ અલગ પ્રયાસ કરી રહી છે, જેમાં હિંદુ મુસ્લિમ એકતા માટેના અનેક પ્રયાસ આ વખતે પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા.ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી. પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે રોડ પર કઈ રીતે આખી વ્યવસ્થા થશે. તે માટેનું એક મેગા રિહર્સલ રથયાત્રા માટે યોજાયું હતું. ભગવાન જગન્નાથના મંદિર જમાલપુરથી સવારે સાત વાગે પોલીસ અને પેરામિલિટરી ફોર્સનો કાફલો રથયાત્રા રોડ પર નીકળ્યો હતો. સવારે સાત વાગ્યાથી ભગવાન જગન્નાથના નિર્ધારિત રૂટ પર પોલીસ અધિકારીઓ પોલીસ જવાનો અને અલગ અલગ ફોર્સ રસ્તા પર જાણે બીજી રથયાત્રા જ નીકળી હોય, તે પ્રમાણે નીકળ્યા હતા અને જેના કારણે લોકોમાં પણ એક સુરક્ષાનો ભાવ જોવા મળ્યો હતો.સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું રિહર્સલ સાડા દસની આસપાસ નિજ મંદિર પૂર્ણ થયું હતું. રસ્તામાં આવતા તમામ ખૂણા દબાણ અને અલગ અલગ વ્યવસ્થા પણ છેલ્લી નજર નાખી હોવાનું પોલીસનું કામ માઈક્રો લેવલની પૂર્ણ થયું છે. બીજી તરફ સવારે રિહર્સલ દરમિયાન વરસાદ પણ હતો. રથયાત્રાના દિવસે પણ વરસાદ રહે તો તે માટે પણ ખાસ તૈયારીઓ કરવાની વ્યવસ્થા ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહ દ્વારા કરી દેવામાં આવી છે.
રથયાત્રામાં પોલીસે મેન્યુઅલી સાથે ટેક્નોલોજીનો પણ એટલો જ ઉપયોગ કર્યો છે, જેમાં આ વખતે થ્રીડી મેપિંગ વર્ચ્યુઅલ રિયાલિટી એનાલિસિસ અને હવાઈ સર્વિલન્સ એટલે કે 300થી વધુ ડ્રોન મારફતે અલગ અલગ વિસ્તારમાં રાખવાનું પણ તૈયારી કરી લીધી છે. આ વખતે રથયાત્રામાં કોઈપણ સુરક્ષાના સંદર્ભે કચાસ ન રહી જાય તે માટે ગૃહ વિભાગે પણ અમદાવાદ પોલીસ સાથે સંકલન કર્યું છે. અન્ય શહેરો અને જિલ્લામાંથી પણ અમદાવાદની રથયાત્રા માટે પોલીસ ફોર્સ લાવવામાં આવી છે. પ્રથમ વખત રથયાત્રાનો અનુભવ । લેવા માટે પ્રોબેશન આઇપીએસ અને ખાસ ટ્રેનિંગ લઈ રહેલા જવાનોને પણ આ વખતે રથયાત્રામાં જોડવામાં આવનાર છે.