રાજસ્થાનથી આવેલો દારૂ ભરેલો ટ્રક વટવા પાસે પકડાઇ હતી.એસિડ ભરવાના ટેન્કરમાં અલગ અલગ બ્રાન્ડની દારૂ અને બિયર મળી આવી. SMC ની ટીમે અંદાજે ટેન્કરની અંદરથી 17 લાખનો દારૂ કબજે કર્યો છે જ્યારે આ સમગ્ર રેડ દરમિયાન કુલ 27 લાખથી વધુનું મુદ્દામાલ પણ પોલીસે કબજે હતો.
વટવા પોલીસ સ્ટેશનના કહેવાતા વહીવટદારના ‘ રાજ ‘ માં ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ બની હોવાની ચર્ચાઓ તેજ બની છે.વટવા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને ખુલ્લો દોર આપવામાં પાવરધા પોલીસ કર્મીને અગાઉ કે કંપનીમાં મૂકી દેવામાં આવ્યા હતા, તેમછતાં ફરીથી પોતાની માયાજાળ વિસ્તારી હોવાની ચર્ચાઓ ઉઠી છે. વટવા જીઆઇડીસી વિસ્તારમાં પણ કહેવતો વહીવટદાર પીઆઈ ને પણ ગાંઠતો નથી અને મરજી મુજબ કામગીરી કરતો હોવાની બૂમો ઉઠી રહી છે.ત્યારે આવા બની બેઠેલા વહીવટદારો સામે કડક કાર્યવાહી જરૂરી છે.
પૂર્વ પોલીસ કમિશનર કેટલાય પોલીસ કર્મચારીઓને સજાના ભાગરૂપે કે કંપનીમાં મૂકી દીધા હતા જેમાંથી વટવા વિસ્તારના ગેર કાનૂની ધંધાને મદદ કરનાર એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે જે આજે પણ આ વિસ્તારમાં એક્ટિવ છે જેના વિશે અગાઉ પણ અનેક વિવાદો થયેલા છે હવે ફરીથી આ સમગ્ર પ્રકરણમાં તેની ઇન્કવાયરી થાય તેવી અટકળો શરૂ થઈ છે.