રથયાત્રાના ગણતરીના દિવસો બાકી છે તે સમયે પોલીસ દ્વારા વધુ લોકોને પોતાની સાથે જોડી શકાય અને હિન્દુ મુસ્લિમ એકતાનો મેસેજ પહોંચી શકે તે માટે પાંચમી તારીખથી અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં નુક્કડ નાટકનું આયોજન થશે. જેમાં ભાઈચારાને લઈને નાટક ભજવવામાં આવશે. આ નાટકનો દેશ અલગ અલગ ધર્મના લોકો એકબીજાથી નજીક આવે તે માટેનો છે.
એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદ ડીસીપી ઝોન_૩ની દેખરેખ હેઠળ થવા જય રહ્યું છે.
અમદાવાદ ના સરસપુર વિસ્તારમાં એકતા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થવાનું છે, જેની અંદર રથયાત્રા રોડ પર આવતા તમામ વિસ્તારની ટીમોને ભેગા કરીને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.આ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદઘાટન પ્રસંગે જગન્નાથ મંદિરના મહંત શ્રી, મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને આગેવાનો સાથે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
એટલું જ નહીં અત્યાર સુધી રક્તદાન શિબિર, મહોલ્લા મિટિંગ, મહિલાઓને પોતાની સાથે જોડવા માટેની મહિલા અધિકારીઓની વ્યવસ્થા તમામ બાબતોને અમદાવાદ પોલીસ દ્વારા આવરી લેવામાં આવી છે