મહેમદાવાદ : ગઇકાલ રાત્રીના તા.૨૮/૦૫/૨૦૨૩ ના રોજ રૂદણ તાબે-સરદારપુરા સીમ વિસ્તારમાં રહેતા રમેશભાઇ ઉર્ફે કારીયો પ્રતાપભાઇ સોલંકી નાઓ તેઓના બાળ બચ્ચાં પરિવાર સાથે રહેતા હતા અને છેલ્લા એકાદ વર્ષથી તેઓની પત્નિ સજનબેન નજીકમાં રહેતા તેઓના કુટુંબના રમેશભાઇ ભીખાભાઇ સોલંકી નાઓ સાથે આડો સબંધ હોવા બાબતે અવાર નવાર ઘરે પોતાની પત્નિ સાથે બોલાચાલી કરી ઝગડો કરતા હોય જેથી મરણજનાર ની પત્નિ તથા તેઓની સાથે આડા સબંધ ધરાવનાર રમેશભાઇ ભીખાભાઇ સોલંકી નાઓએ મરનાર રમેશભાઇ ઉર્ફે કારીયાનો કાંટો કાઢી નાંખવા અગાઉથી ગુનાહીત કાવતરૂ રચી મરનારને તેઓના ઘરે સુઇ રહેલ તે વખતે માથાના ભાગે લાકડાનો ડંડો મારી ગોદડીથી નાક-મોં જોરથી દબાવી રાખી તથા મરનારની પત્નિએ મરનારના બંને હાથ પકડી રાખી તેમજ મરણજનારના દિકરાએ મરણજનારના બંને પગ પકડી રાખી મરનારનુ મોત નીપજાવી લાશને કોઇ અજાણ્યા ઇસમોએ મારી નાંખી ખેતરમાં ફેકી દીધેલ તેવા આશયથી લાશને ખેતરમાં ફેંકી દીધેલ જે આધારે મરનારના સગા ભાઇએ પોલીસમા કોઇ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ આપતા મહેમદાવાદ પો.સ્ટે. એફ.આઇ.આર. નંબર- ૨૩૦૬૨૮/૨૦૧૩ ઇ.પી.કો. કલમ-૩૦૨ મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
જે ફરીયાદ હકિકત આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન.ખાંટ સાહેબ નાઓએ તપાસ સંભાળેલ હતી અને રેન્જ આઇ.જી.પી.શ્રી વી.ચંદ્રશેખર સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ ગઢીયા સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.એન.સોલંકી સાહેબ કપડવંજ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન.ખાંટ સાહેબે
ટીમો બનાવી રૂદણ સરદારપુરા સીમ વિસ્તારમાં વોચ તપાસ રખાવી તથા મરણજનારના પત્નિને પોલીસ સ્ટેશને લાવી તેણીની યુક્તિ પ્રયુક્તિથી ગુના સબંધે પુછપરછ કરતા તેણીની ભાગી પડેલ અને પોતાના પતિ છેલ્લા એકાદ મહીનાથી ઘરમા પોતાની તથા પોતાના દિકરાઓ સાથે ઝગડાઓ કરતા હોય અને કોઇ કામ ધંધો કરતા ન હોય અને દરરોજ ઘરે ઝગડાઓ કરી હેરાનગતિ કરતા હોય જેથી તેઓનુ કાયમીપણે કાંટો કાઢી નાંખવા ગત રાત્રીના પોતે તથા પોતાની સાથે આડા સબંધ ધરાવનાર આરોપી- રમેશભાઇ ભીખાભાઇ સોલંકી સાથે મળી પોતાના પતિને માથામાં લાકડાનો ડંડો મારી ગોદડીથી નાક-મોં દબાવી રાખી હાથપગ પકડી રાખી મરણ જતા લાશને નજીકમાં આવેલ ખેતરમાં રાત્રીના સમયે પોતે તથા આરોપી-રમેશભાઇ ભીખાભાઇ સોલંકી તથા પોતાના દિકરા સાથે મળી નાંખી આવેલ હોવાનું કબુલ કરતા હોય સદર ગુનાના કામે આરોપી મરનારની પત્નિ તથા તેની સાથે આડો સબંધ ધરાવનાર- રમેશભાઇ ભીખાભાઇ સોલંકીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી ગુનાના કામે અટક કરવામાં આવેલ છે તેમજ ગુના સબંધે વધુ પુછપરછ ચાલુમાં છે.