Views: 73

Read Time:2 Minute, 33 Second
- સોશિયલ મીડિયાના જમાનામાં તમારી દીકરી ક્યાં ફરે છે અને કોની સાથે ફરે છે તે જોજો…
- સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો ૨૦ વર્ષીય યુવતીને રોજ અલગ અલગ યુવકો ઘરે મૂકવા માટે આવતા હતા : એક યુવકે તો લગ્ન કરવાની ધમકી આપી હતી.
- સોશિયલ મીડિયાના જમાનાએ યુવા પેઢીને જાણે કે નજર કેદ કરી હોય તેવા કિસ્સા રોજબરોજ સામે આવી રહ્યા છે. તમારી દીકરીને મોબાઈલ આપો છો પણ એ મોબાઈલનો પછી સદ ઉપયોગ થાય છે કે દુરપયોગ થાય છે તેની તમે ક્યારેય તપાસ કરી છે ખરી. આ સવાલ એટલા માટે છે કે, માત્ર ૨૦ વર્ષીય યુવતીનો એક કિસ્સો સામે આવ્યો છે અને તેનો મોબાઈલ ચેક કરતાં પિતાને વોટસએપમાં એક નહી બે નહી પણ ૨૦ યુવકોની ચેટ મળી આવી હતી. મતલબ કે આ યુવતીને ૨૦ બોયફ્રેન્ડ હતા અને રોજે રોજ રાત્રે અલગ અલગ યુવકો મૂકવા આવતા હતા. ૨૦ યુવકો સાથેની ચેટ જોઇને પિતાને આંખે અંધારા આવી ગયા હતા અને આખરે અભયમનો સહારો લીધો હતો અને યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું.
- મોબાઇલનું વળગણ એટલી હદે ઘાતક થઈ ચૂક્યું છે કે તેમાં યુવા પેઢી શું કરી રહી છે તેનો પણ ખ્યાલ રહેતો નથી. આવો જ એક ચોંકાવનારી કિસ્સો અમદાવાદના નારોલમાંથી સામે આવ્યો છે. જેમાં માત્ર ૨૦ વર્ષીય યુવતી કે જે રોજ રાત્રે ઘરે મોડી આવતી હતી અને રોજ અલગ અલગ યુવકો મૂકવા માટે આવતા હતા. એક દિવસ પિતાએ કહ્યું તો, દીકરીએ આપઘાત કરવાની ધમકી આપી હતી. જેથી પિતા પણ ચિંતામાં આવી ગયા હતા. દરમિયાન એક ક્વિસ દીકરીનો મોબાઈલ ચેક કર્યો તો તેમાં વોટસએપમાં જુદા જુદા ૨૦ યુવકો સાથેની ચેટ જોવા મળી હતી જેમાં બિભત્સ મેસેજ પણ હતા. આ જોઇને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને આખરે અભયમની મદદ લેવામાં આવી હતી. અભયમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું હતું અને બાદમાં યુવતીએ પણ માતા-પિતાની માફી માગી હતી અને હવે ફરી આવું નહીં કરું તેવી ખાતરી આપી હતી.