Free Android App Download

હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે રૂપિયા 15 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભોલેશ્વર ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો..

Views: 40
0 0
Read Time:3 Minute, 9 Second

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગરની હાથમતી નદી ઉપર રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભોલેશ્વર ઓવરબ્રિજને ધારાસભ્ય વી.ડી. ઝાલાએ કલેકટર નૈમેષ દવેની ઉપસ્થિતિમાં ખૂલ્લો મુક્યો હતો.
હિંમતનગરને અડીને આવેલ ભોલેશ્વર ગામને જોડતા હાથમતી નદી ઉપરના ઓવરબ્રીજની કામગીરી છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહી હતી. જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલ અને નગરપાલિકાને મળેલ મુખ્યમંત્રી સુવર્ણજયંતી યોજના અંગેની મળેલ ગ્રાન્ટમાંથી રૂ.૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઓવરબ્રિજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે ખુલ્લો મૂકવામાં આવતાં હિંમતનગર શહેરમાંથી ભોલેશ્વર દાદાના દર્શન માટે જવા આવવામાં ચાર પાંચ કિલોમીટર લાંબા અંતર કાપવામાંથી મુક્તિ મળી રહેતાં શિવભક્તો સહિત સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ભોલેશ્વર દાદાના મંદિરના પ્રાંગણમાં યોજાયેલ લોકાર્પણ સમારંભને સંબોધતા ધારાસભ્ય વી. ડી. ઝાલાએ જણાવ્યું કે રૂ. ૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આ ઓવરબ્રિજથી હિંમતનગરના શહેરીજનો શ્રદ્ધાળુઓ સહિત ભોલેશ્વર પરબડાના લોકોને અવર-જવરમાં સુવિધા મળી રહેશે. હિંમતનગરથી આવતા દર્શનાર્થીઓને પુલ ઉપરથી સીધા મંદિર જવા માટે સીડી મુકેલ હોય દર્શન માટે સુવિધા મળી રહેશે. રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભોલેશ્વર દાદાના મંદિરના જીર્ણોદ્ધારની કામગીરી ચાલી રહી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર કેમ્પસમાં વિવિધ પ્રકલ્પોનું પણ નવનિર્માણ થઈ રહ્યું છે. આ કામગીરી સત્વરે પૂર્ણ થતાં ભોલેશ્વર મંદિરનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ શકશે.

આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, અગ્રણી કનુભાઈ પટેલ, મહેન્દ્રસિંહ રહેવર, વિજયભાઈ પંડ્યા, ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી, નગરપાલિકાના સભ્યો જીનલબેન પટેલ, જાનકીબેન રાવલ, ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન જયેશભાઈ પટેલ, નાગરિક બેંકના ચેરમેન હિરેન ગોર, રાજુભાઈ પંચાલ સહિત મોટી સંખ્યામાં ભોલેશ્વર, પરબડા, હિંમતનગર શહેરના શિવભક્તો, નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જીજ્ઞેશ સોની

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
100 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %