વટવામાં પાંચથી વધુ દુકાનો અને ગોડાઉનોના તાળા તૂટ્યા

Views: 26
0 0
Read Time:4 Minute, 50 Second

અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના પવિત્ર તહેવારોમાં ચોરી અને લુંટફાટની ઘટનાઓ ન બને તે માટે પોલીસતંત્ર દ્વારા એલર્ટના દાવા કરવામાં આવ્યા હતા તથા શહેરમાં નાઈટ પેટ્રોલીંગ પણ સઘન બનાવાયું હતું તેમ છતાં તસ્કરો અને લુંટારુઓએ શહેરમાં ખુલ્લેઆમ ચોરી અને લુંટની ઘટનાઓને અંજામ આપેલો છે જેના પરિણામે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે શહેરમાં ગઈકાલે રાત્રે વટવા વિસ્તારમાં આવેલા નીકા ટ્યુબ ચાર રસ્તા પાસે એક સાથે પાંચ જેટલી દુકાનોના તાળા તોડી તસ્કરોએ મોટી રકમની માલમત્તાની ચોરી કરતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોચી ગયા છે અને વહેલી સવારથી જ આ અંગે તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી વહેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન તસ્કરો પણ દિવાળીનો તહેવાર ઉજવતા હોય છે શહેરના બજારોમાં પોલીસ તૈનાત હોય છે જાકે શહેરમાં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરી કરતી ગેંગનો આંતક સતત જાવા મળી રહયો છે ચોરીની ઘટનાઓને અટકાવવા માટે શહેરમાં પોલીસનું સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે તેમ છતાં રોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી ગઈ છે. ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં ઘરફોડ ચોરીના બનાવ બની રહયા છે. શહેરના વટવા વિસ્તારમાં નીકા ટ્યુબ ચાર રસ્તા પાસે આજે સવારથી જ વહેપારીઓએ ભારે હોબાળો મચાવેલો છે. ગઈકાલે લાભ પાંચમના શુભ મુહુર્તમાં વહેપારીઓએ દુકાનો ખોલી મુહુર્ત કર્યા હતા અને ત્યારબાદ આજે સવારે ફરી વખત વહેપારીઓ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ શરૂ કરી દીધા છે. આજે સવારે વટવા વિસ્તારમાં નીકા ટયુબ ચાર રસ્તા પાસે આવેલી દુકાનો અને ગોડાઉનોમાં વહેપારીઓ નિત્યક્રમ મુજબ પહોંચ્યા ત્યારે કેટલીક દુકાનોના તાળા તુટેલા જાવા મળ્યા હતા જેના પરિણામે ભારે બુમાબુમ કરી મુકી હતી જેના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા આ સ્થળ પર દુકાનો અને ગોડાઉનો પણ આવેલા છે. વહેપારીઓએ તપાસ કરતા કુલ પાંચ જેટલી દુકાનો અને ગોડાઉનોના તાળા તૂટેલા જાવા મળ્યા હતાં. ઘટનાની જાણ થતાં અન્ય વહેપારીઓ પણ દોડી આવ્યા હતા નવા વર્ષના પ્રારંભે જ તસ્કરોએ ચોરી કરતા વહેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે મોટી સંખ્યામાં એકત્ર થયેલા વહેપારીઓએ આ અંગેની જાણ વટવા જીઆઈડીસી પોલીસને કરતા અધિકારીઓ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક પોલીસનો મોટો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં એક સાથે પાંચ જેટલી દુકાનો અને ગોડાઉનોના તાળા તુટયાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ઉહાપોહ મચી ગયો હતો તમામ વહેપારીઓએ આ અંગે ઉગ્ર રજુઆતો કરી હતી. વહેપારીઓએ તપાસ કરતા દુકાનો અને ગોડાઉનોમાંથી મોટી રકમની માલમત્તા ચોરાઈ હોવાનું જાણવા મળી રહયું છે. સ્થળ ઉપર પહોંચેલા પોલીસ અધિકારીઓએ વહેપારીઓની પુછપરછ કરતા ગોડાઉનમાં મોટી રકમનો મુદ્દામાલ પડયો હોવાનું જાણવા મળી રહયું છે. અમદાવાદ શહેરમાં વટવા ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવ બન્યા છે. એક સાથે શહેરમાં અનેક સ્થળોએ ઘરફોડ ચોરીની ઘટનાઓ ઘટતા અધિકારીઓ ચોંકી ઉઠયા છે સવારથી જ વટવા વિસ્તારમાં ચોરીની સામુહિક ઘટનાથી ચોકી ઉઠેલા અધિકારીઓએ સ્થળની આસપાસ લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.

Avatar

About Post Author

Pride Of ✊ Human Rights

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Related Posts

કેજરીવાલ છવાઈ ગયા: સારા પગારની જાહેરાત કરતા જ રાજ્યના પોલીસબેડાંમાં કર્મીઓએ સોશિયલ મીડિયામાં સ્ટેટસ મૂક્યાં

AAP સરકાર બનાવવામાં અંદરખાને મદદ કરો: કેજરીવાલ અરવિંદ કેજરીવાલે કહ્યું, રાજ્યમાં ‘આપ’ની સરકાર બનશે તો દેશમાં સારામાં સારું પગારધોરણ ગુજરાત પોલીસનું હશે ગાંધીનગર: અમદાવાદના ટાઉનહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં એક પોલીસ કર્મચારીની…

દેશ ચલાવવાનું કામ સરકારનું છે, RSSને ક્યારેય પણ સત્તા નથી જોઈતી: મોહન ભાગવત

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે કહ્યુ કે દેશ ચલાવવું સરકારનું કામ છે અને સંઘને ક્યારેય સત્તા નથી જોઈતી. આ વિશે મોહન ભાગવતે કહ્યુ કે ‘જનતા…

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ.

ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

ગાંધીના ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૪માં સ્ટેટ મોનિટરિંગ સેલે ૨૨ કરોડનો દારૂ ઝડપયો…?

પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

પત્રકારો-મીડિયાકર્મીઓ માટે વર્ષ ૨૦૨૪ ખતરનાક રહ્યું, ૬૮ પત્રકાર માર્યા ગયા. તમામ દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ મીડિયાકર્મીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ.

ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

ગાંભોઈ પોલીસ સ્ટેશનના અધિકારીની નિષ્ક્રિયતા ને લીધે તસ્કરોને લીલા લહેર.

સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

સાબરકાંઠાના સાંસદે લોકસભામાં હાઈવે પર ઓવરબ્રીજ બનાવવા કરેલી રજુઆત અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત લીધી

રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન

રેપની ફરિયાદ રદ કરતી દિલ્હી હાઈકોર્ટનું અવલોકન