નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે કહ્યુ કે દેશ ચલાવવું સરકારનું કામ છે અને સંઘને ક્યારેય સત્તા નથી જોઈતી. આ વિશે મોહન ભાગવતે કહ્યુ કે ‘જનતા દેશને ચલાવવાની જવાબદારી આજે આને તો કાલે બીજાને આપે છે. જોકે જનતા જો સંઘને દેશ ચલાવવાની જવાબગારી આપશે તો એ જવાબદારી સંઘ ક્યારેય નહીં લેશે કારણ કે દેશ ચલાવવાનું કામ સરકારનું છે અને સંઘને ક્યારેય સત્તા નથી જોઈતી.’ સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે ‘સંઘ સંસ્થા નથી, ઓફ ધ સોસાયટી છે. સંઘ જો કોઈ સંગઠન બનાવશે તો દરેક સંગઠનને સાથે લઈને બનાવશે. દરેક હિન્દૂએ પોતાની જવાબદારી પૂરી કરવી જોઈએ અને એ જ સંઘની ભૂમિકા છે.’ તેમણે કહ્યુ હતુ કે નેતા કંઈ નથી કરતા. પહેલા સમાજ તૈયાર થાય છે અને ત્યાર બાદ એમાંથી નેતા તૈયાર થાય છે. મોહન ભાગવતનું કહેવું છે કે નેતા કેટલો પણ મોટો કેમ ન હોય, પરંતુ તે દેશને એકલો સારો નથી બનાવી શકતો. મોહન ભાગવતે કહ્યુ કે સંગઠનના નેતાએ સ્ટેટસની પાછળ ન ભાગવું જોઈએ. તેમનું કહેવું છે કે તેમના લોકો જોવા મળ્યા કે નહીં એ માટે ગૂગલ સર્ચ પર જવું જરૂરી નથી. મોહન ભાગવતે એ પણ કહ્યુ હતુ કે દુનિયાની જાણકારી રાખનારા લોકોને તેમની બાજુમાં નદીનું નામ શું છે એ નથી ખબર હોતી. આ વિશે વધુ જણાવતા મોહન ભાગવતે કહ્યુ કે ‘સંઘની આલોચક પણ સંઘથી જ થવી જોઈએ. આ માટે તેમણે સંઘમાં આવવાની જરૂર નથી. અમે બુદ્ધીવગરના નથી. અમે અનુભવોથી શીખીએ છીએ અને એ મુજબ જ અમે વ્યવહાર કરીએ છીએ.’ RSSના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે કોઈ એક નેતા એકલો દેશની તમામ મુશ્કેલીઓની સામે નથી લડી શકતો. તેમ જ કોઈ એક જ સંગઠન અથવા તો પાર્ટી દેશમાં બદલાવ નથી લાવી શકતી. તેમનું કહેવું છે કે આ વિચાર જ સંઘની વિચારાધારાનો આધાર છે. તેમણે કહ્યુ હતુ કે દેશને ત્યારે આઝાદી મળી જ્યારે સામાન્ય લોકો રસ્તા પર ઉતર્યા હતા. મરાઠી સાહિત્ય સંગઠન વિદર્ભ સાહિત્ય સંઘની શતાબ્દી સમારોહમાં મોહન ભાગવતે આ વાત કહી હતી. આ વિશે તેમણે કહ્યુ કે ‘એક સંગઠન, એક પાર્ટી, એક નેતા બદલાવ નહીં લાવી શકે. બદલાવ લાવવામાં તેઓ મદદ જરૂર કરી શકે છે, પરંતુ ખરો બદલાવ ત્યારે આવશે જ્યારે સામાન્ય લોકો એ માટે ઊભા રહેશે. સ્વતંત્રતા સંગ્રામ 1857માં શરૂ થયો હતો, પરંતુ જ્યારે વધુ લોકોમાં જાગરૂક્તા આવી અને આમ જનતા રસ્તા પર ઉતરી ત્યારે જ સફળતા મળી હતી.’
Views: 149
Read Time:3 Minute, 18 Second