દારૂના ગુનામાં સંડોવાયેલ ફરાર શખ્સ પકડાયો.
0 0

Read Time:1 Minute, 3 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં દારૂની ગેરકાયદે હેરાફેરી તથા વેચાણ કરવાના ગુનામાં સંડોવાયેલ બીંછીવાડા તાલુકાના મોદર ગામનો એક શખ્સને તાજેતરમાં બી-ડીવીઝન પોલીસે પકડી લાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગે બી-ડીવીઝનના પીઆઈ એ.એમ.ચૌધરી તથા સ્ટાફના જણાવાયા મુજબ થોડાક સમય અગાઉ બીંછીવાડા તાલુકાના મોદર ગામે રહેતા અશ્વિન કાંતિલાલ ડામોર વિરૂધ્ધ ગુનો દાખલ થયો હોવા છતાં તે પકડાયો ન હતો. દરમ્યાન બાતમીને આધારે બી-ડીવીઝન પોલીસે તાજેતરમાં અશ્વિન ડામોરને મોદર ગામેથી ઝડપી લીધો હતો ત્યારબાદ તેને હિંમતનગર લાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઇડરના સરકારી ગોડાઉનમાં આંટાફેરા મારતા શંકાસ્પદ વ્યકિત અંગે અનેક તર્કવિર્તક. આ વ્યકિતને અગાઉ પુરવઠા વિભાગ દ્વારા બ્લેકલિસ્ટ કરાયો હતો.
0 0

Read Time:1 Minute, 55 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠા જિલ્લાના ઇડરના લાલોડા-સવગઢ રોડ પર આવેલ નાગરિક અન્ન પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનમાં છેલ્લા કેટલાક દિવસોથી સરકારે બ્લેકલિસ્ટ કરેલ એક શંકાસ્પદ વ્યકિતના આંટાફેરા વધી ગયા હોવાનું માનીને ઇડર સહિત અન્ય સરકારી કચેરીઓમાં અનેક તર્કવિર્તક શરૂ થયા છે. 

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઇડરના આ ગોડાઉનનો કોન્ટ્રાકટ રમેશ પ્રજાપતિને આપવામાં આવ્યો છે. જયાં દરેક ઠેકાણે અનાજ મોકલવા માટે વાહનોનો કોન્ટ્રાકટ તેમની પાસે છે. ત્યારે તેમણે પેટા કોન્ટ્રાકટ તરીકે નારાયણ ખટીકને રાખ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ આ નારાયણ ખટીક સામે અગાઉ પોલીસ ફરિયાદ થઇ હોવાને કારણે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે તેમ છતાં રમેશ પ્રજાપતિ દ્વારા નારાયણ ખટીકને મહત્વ અપાઇ રહ્યું છે. જેથી તેઓ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાની ચર્ચા શરૂ થઇ છે. તો બીજી તરફ અનાજ મોકલવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોનું ફિટનેસ પ્રમાણપત્ર,જીપીએસ સિસ્ટમ તથા વાહન અમુક વર્ષનું હોવું જોઇએ તેવો નિયમ હોવા છતાં અનાજની હેરાફેરીમાં જૂના વાહનોનો ઉપયોગ કરાતો હોવાનું મનાઇ રહ્યું છે. તેથી પુરવઠા વિભાગ દ્વારા સત્વરે તપાસ કરીને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

હિંમતનગરમાં વ્યાજે લીધેલ રૂ.૧૦ લાખને બદલે રૂ.૬૦ લાખ ચુકવ્યા હોવા છતાં ત્રાસ અપાતાં એક વિરૂધ્ધ ફરીયાદ. છાપરીયામાં રહેતા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી મરાવી નાખવાની ધમકી આપી.
0 0

Read Time:3 Minute, 16 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગરમાં વ્યાજે લીધેલ રૂ.૧૦ લાખને બદલે રૂ.૬૦ લાખ ચુકવ્યા હોવા છતાં ત્રાસ અપાતાં એક વિરૂધ્ધ ફરીયાદ. છાપરીયામાં રહેતા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી મરાવી નાખવાની ધમકી આપીરાજયમાં ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે તેમ છતાં હિંમતનગરના ચિસ્તીયાનગરમાં રહેતા એક રહીશે આઠ વર્ષ અગાઉ હડિયોલપુલ છાપરીયા વિસ્તારમાં રહેતા અને નાણાં ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં માસિક ૧૦ ટકાના વ્યાજે રૂ.૧૦ લાખ આપ્યા બાદ પાંચ વર્ષ સુધી વ્યાજ અને લીધેલ રકમ મળી અંદાજે રૂ.૬૦ લાખ અને પેનલ્ટી પેટે દર મહિને રૂ.૧પ હજાર ચુકવ્યા હોવા છતાં છાપરીયા વિસ્તારમાં રહેતા વ્યાજખોરે અમદાવાદના માણસો મારફતે ઉઠાવી મરાવી નાખવાની ધમકી આપી આખા પરિવારને માનસિક અને આર્થિક રીતે ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ સોમવારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

આ અંગે ચિસ્તીયાનગરમાં રહેતા નજરમોહમદ ઈન્દ્રીશભાઈ મેમણે વર્ષ ર૦૧૮માં હડિયોલપુલ છાપરીયા વિસ્તારમાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઈકબાલભાઈ પઠાણ પાસેથી માસિક ૧૦ ટકાના વ્યાજે રૂ.૧૦ લાખ લીધા હતા. જેના માટે પાંચ વર્ષ સુધી માસિક રૂ.૧ લાખ લેખે રૂ.૬૦ લાખ વ્યાજ સાથે ચુકવ્યા હતા. જેમાં રૂ.પ લાખ મુડી પેટે જમા કરાવી દીધા હતા તેમ છતાં ફીરોજખાન પઠાણે રૂ.૧પ લાખ લેવાના નિકળતા બાકી હોવાનો હિસાબ કાઢી બે વર્ષથી નજરમોહમદ મેમણ પાસેથી માસિક રૂ.૧પ હજાર લેખે લીધા હતા.

તેમ છતાં ફીરોજખાન પઠાણ દ્વારા અવાર નવાર મોબાઈલ પર ફોન કરી તેમજ ઘરે જઈ ઉપરાંત બજારમાં આવતા જતા વખતે નજરમોહમદ મેમણને ગાળો બોલી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી એટલુ જ નહીં પણ ફીરોજખાન પઠાણે અમદાવાદથી તેના માણસો બોલાવીને મરાવી નાખવાની ધમકી આપી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. વ્યાજખોરના ત્રાસથી કંટાળી નજરમોહમદ મેમણ અમદાવાદ રહેવા જતા રહયા હતા.જયારે તેમના પત્નિ અને બાળકો હિંમતનગરમાં રહેતા હતા.જેથી ફીરોજખાન પઠાણે હિંમતનગરમાં રહેતા નજરમોહમદ મેમણની પત્નિ અને બાળકોને ઉઠાવી જવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કંટાળીને નજરમોહમદ મેમણે ફીરોજખાન પઠાણ વિરૂધ્ધ સોમવારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ચેક રીટર્ન કેસમાં ખિલોડાના રહીશને એક વર્ષની સજા.
0 0

Read Time:2 Minute, 5 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર તાલુકાના નાની બેબાર ગામના રહીશે તેમની પડોશમાં આવેલ ખિલોડા ગામના એક રહીશને ત્રણ વર્ષ અગાઉ હાથ ઉછીના પેટે રૂ.ર લાખ આપ્યા હતા ત્યારબાદ વાયદા મુજબ રકમ પરત ન કરતાં નાની બે બાર ગામના રહીશે પોતાની પાસેનો ચેક બેંકમાં ભર્યો હતો પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રીટર્ન થયો હતો ત્યારબાદ ખિલોડા ગામના રહીશ વિરૂધ્ધ હિંમતનગરની કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો જેની સુનાવણી તાજેતરમાં થતાં ન્યાયાધીશે ખિલોડા ગામના રહીશને કસુરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ અંગે એડવોકેટ જે.પી.નાયકના જણાવાયા મુજબ વર્ષ ર૦ર૩માં નાની બેબાર ગામના સત્યપાલસિંહ કનકસિંહ સિસોદીયાએ ખિલોડા ગામના અમરતભાઈ સબાભાઈ તરારને હાથ ઉછીના પેટે રૂ.ર લાખ આપ્યા હતા. જોકે રકમ આપતી વખતે સત્યપાલસિંહએ અમરતભાઈ તરાર પાસેથી ચેક લીધા હતા ત્યારબાદ વાયદા મુજબ રકમ પરત ન થતાં સત્યપાલસિંહે અમરતભાઈ તરારે આપેલ ચેક બેંકમાં ભર્યો હતો પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રીટર્ન થયો હતો.

ત્યારબાદ સત્યપાલસિંહએ એડવોકેટ જે.પી.નાયકની મદદથી હિંમતનગરની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ તાજેતરમાં આ કેસની સુનાવણી થતાં હિંમતનગરની કોર્ટના ન્યાયાધીશ પી.બી.બોહરા સમક્ષ ચાલી જતાં ન્યાયાધીશે અમરતભાઈ તરારને કસુરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા અને વળતર પેટે ચેકમાં ભરાયેલ રકમ ચુકવી આપવાનો હુકમ કર્યો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇને કલેકટર દ્વારા ૧૧ જાહેરનામા પ્રસિધ્ધ કરાયા.
0 0

Read Time:2 Minute, 52 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

રાજય ચૂંટણીપંચ દ્વારા તાજેતરમાં સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો પ્રસિધ્ધ કરાઇ છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત શરૂ કરાઇ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા કાયદો-વ્યવસ્થા તથા આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સાબરકાંઠા કલેકટરે શનિવારે ૧૧ જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. જેથી તેનો અમલ કરવા માટે સંલગ્ન વિભાગને જવાબદારી સોંપાઇ છે. 

ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટર નારાયણસિંગ સાદુએ સત્તાની રૂએ જાહેર કરેલા જાહેરનામા મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે જાહેરમાં હથિયાર લઇને ફરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. જેથી પરવાનેદાર હથિયાર ધારકોએ તેમના હથિયાર જમા કરાવવાના રહેશે, ઉમેદવારી પત્ર ભરતી વખતે માત્ર ૫ વ્યક્તિ અને વધુમાં વધુ ત્રણ વાહનોને જ પ્રવેશ મળશે, ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર માટે વાહનોની પરમિટ મેળવવી ફરજિયાત રહેશે, ચૂંટણીલક્ષી ચોપાનીયા-ભીંતપત્રો, હોર્ડીંગ, પ્લેકાર્ડ કટઆઉટ સહિતના પ્રચારના અન્ય સાધનો-બોર્ડ, જાહેર કે ખાનગી મિલ્કત ઉપર પ્રદર્શિત કરવા માટે માર્ગદર્શક નિયમોનું પાલન કરવાનું રહેશે.

ચોપાનીયા-ભીંતપત્રોના છાપકામ અંગે ખાનગી મુદ્રણાલયોના મુદ્રકો-પ્રકાશકો નિયમોનો ભંગ કરશે તો તેમની સામે કડક પગલા લેવાશે, રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિધ્ધીની વિગતો સંલગ્ન વિભાગને આપવાની રહેશે, મતગણતરી કેન્દ્ર ઉપર કે તેની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ હુકમો જાહેર કરાયા છે. જેમાં તમામ મતદાન કેન્દ્રોની અંદર તથા તેની ૧૦૦ મીટરના અંતરમાં અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ હુકમો ફરમાવાયો છે. જિલ્લામાં ચૂંટણી વાળા વિસ્તાારોમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે, જાહેરસભા, સરઘસ કે વાહનો ઉપર ગોઠવેલ લાઉડ સ્પીકરના ઉપયોગને લઈને તંત્ર પાસેથી જરૂરી મંજૂરી લેવાની રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

માધવ ગઢના ૧૪ ખેડૂતો દ્વારા જમીન વળતર પ્રશ્ને વિવાદ. હિંમતનગર કોર્ટનો આદેશ છતાં ૧૯ વર્ષથી વળતર માટે રાહ જોતા ખેડૂતોએ ફરી કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
1 0

Read Time:3 Minute, 18 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

તલોદ તાલુકાના માધવગઢ ગામના આશરે ૧૪ ખેડૂતો દ્વારા જમીન સંપાદન મામલે મળવાપાત્ર વળતર માટે લાંબા સમયથી લડત ચાલી રહી છે. આ મામલે વર્ષ ૨૦૦૭માં હિંમતનગરની કોર્ટમાં કેસ નંબર ૪૨/૦૭ થી ૪૬/૦૭ દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ખેડૂતોને મળવાપાત્ર જમીનનું વળતર ન મળતા આ અસરગ્રસ્ત ખેડૂતોએ તાજેતરમાં જિલ્લા પંચાયતમાં આવી વળતર માટે રજૂઆત કરી હતી. જોકે તંત્ર દ્વારા જપ્તીના આદેશ થયા બાદ માધવગઢના ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી છે. 

આ અંગેની વિગત એવી છે કે તલોદ તાલુકાના માધવગઢ ગામની સીમમાં જમીન ધરાવતા ૧૪ ખેડૂતોને કપાતમાં જતી જમીનનું વળતર મેળવવા માટે તેમને ૧‌૯ વર્ષ અગાઉ હિંમતનગરની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેનો ચુકાદો કોર્ટ દ્વારા ૨૯ જૂન ૨૦૧૭ના રોજ ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપતા તત્કાલિન ન્યાયાધીશે ખેડૂતોને અંદાજે રૂ. ૧૦,૫૦,૭૭૯ વળતર તથા વર્ષ ૧૯૮૮થી ૧૫ ટકા વ્યાજ દરે ચુકવણી કરવાનો હુકમ કર્યો હતો. તેમ છતાં, જિલ્લા પંચાયત દ્વારા આ રકમ આજદિન સુધી ચૂકવવામાં આવી નથી તેવો માધવગઢ ગામના ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ. 

તંત્ર દ્વારા માધવગઢના ૧૪ ખેડૂતોને સમયસર ચુકવણી ન થતાં વ્યાજ સાથે અંદાજે વળતરની રકમ રૂ.૬૮,૫૮,૯૫૯ થાય છે. જેથી વળતર મેળવવા માટે આ ખેડૂતોએ ફરી કોર્ટમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા આ મામલે કાર્યપાલક ઇજનેર અને જિલ્લા પંચાયતના માર્ગમકાન વિભાગ વિરુદ્ધ જપ્તી વોરંટ બહાર પાડવામાં આવ્યું હતુ. જે સંદર્ભે કોર્ટના બેલીફ તથા વકીલ બી.આર. પટેલ ખેડૂતો સાથે તાજેતરમાં જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. જેથી સંબંધિત અધિકારીઓએ એક અઠવાડિયાનો સમય માગ્યો હતો અને તે સમયગાળામાં ચુકવણી કરવાની ખાતરી આપી હતી તેમજ કોર્ટમાં હાજર રહેવા હૈયાધારણ આપી હતી. 

ઉલ્લેખનીય છે કે ખેડૂતોને વળતર મેળવવા માટે ૨૦૦૭થી ૨૦૨૬ સુધી લાંબો સમય રાહ જોવી પડી છે. શરૂઆતમાં ખેડૂતો દ્વારા પ્રતિ ખેડૂત રૂ. ૧૦ લાખ વળતરની માંગણી કરવામાં આવી હતી. પરંતુ દસ્તાવેજી પુરાવા આધારે કોર્ટ દ્વારા જમીનના પ્રતિ આરે રૂ. ૧૦૦૦ મુજબ તેમજ લાગુ નિયમો અનુસાર વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હવે જોવાનું રહ્યું કે જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદામાં ખેડૂતોને તેમનો હકનો વળતર મળે છે કે નહીં. આ સંદર્ભે તલોદના માધવગઢ ગામે અનેક તર્કવિર્તક શરૂ થયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ખાડીયામાં પાલિકા તથા અન્ય સરકારી યોજનાઓનો લાભ આપવા ગેરકાયદે ધમધમતી હાટડી. પાલિકાના જવાબદાર પદાધિકારીના આર્શિવાદથી ચાલતી ગ્રાહક સુવિધા કેન્દ્ર પર કોની રહેમ નજર, નાગરિકોમાં અનેક ચર્ચાઓ. પાલિકાના પાછળના ભાગે બનાવાયેલ પ્રવેશદ્વારથી કોને ફાયદો?
0 0

Read Time:3 Minute, 13 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર નગરપાલિકામાં ચુંટાયેલા તમામ પદાધિકારીઓની મુદત તાજેતરમાં પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં કેટલાક જવાબદાર પદાધિકારીઓ કમાણીની લ્હાયમાંં કાયદાની છટકબારી શોધીને ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરીને તેમાં નગરપાલિકામાંથી મળતા જન્મ-મરણના દાખલા, વ્હાલી દિકરી યોજના તથા કુંવરબાઈનું મામેરૂ સહિત અન્ય યોજનાઓનો લાભ અપાવવા માટે હિંમતનગરના ખાડીયામાં એક પદાધિકારીના આર્શિવાદથી ગ્રાહક સુવિધા કેન્દ્ર ચાલી રહયું છે જો આવી ખાનગી એજન્સીઓમાંથી જરૂરીયાતમંદોને જરૂરી સગવડ મળે તો નગરપાલિકાની શું જરૂર છે તેવું લોકોમાં ચર્ચાઈ રહયું છે.

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર ખાડીયા વિસ્તારમાં નવીન બનાવાયેલ નગરપાલિકાની પાછળના ભાગે અગમ્ય કારણોસર એક નાનું પ્રવેશદ્વાર બનાવી દેવામાં આવ્યું હતું. તત્કાલિન સમયે એવુ મનાતુ હતું કે પોલોગ્રાઉન્ડ, ખાડીયા, જુના બજાર વિસ્તાર તથા વખારીયાવાડ સહિત અન્ય સ્થળે રહેતા લોકોને નગરપાલિકામાં આવવા માટે ટૂંકો રસ્તો હશે. પરંતુ નગરપાલિકાના પદાધિકારીઓની મુદત પૂર્ણ થાય તે અગાઉ આ વિસ્તારમાં વ્યવસાય કરતાં એક પદાધિકારીએ જાણે કે તંત્ર પોતાના ખિસ્સામાં હોય તેમ ખાડીયા વિસ્તારમાં એક દુકાનમાં ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરાવી દીધુ છે. જોકે તેમાં આ પદાધિકારીની ભુમિકા પરોક્ષ રીતે હોવાનું ચર્ચાઈ રહયું છે તેમ છતાં નગરપાલિકાના સત્તાવાળાઓને ખબર ન હોય તેવું શહેરીજનો માની રહયા છે. સ્થાનિક પ્રજાનું કહેવું છે કે જો ખાનગી એજન્સી દ્વારા સરકારી કામ માટે જરૂરી દસ્તાવેજો સરળતાથી મળતા હોય તો સરકારી કચેરીઓમાં જવાની જરૂર નથી.

તો બીજી તરફ આ અંગે નગરપાલિકાના સત્તાવાળાઓને ખબર પડતાં તાજેતરમાં તેની તપાસ કરીને અહેવાલ તૈયાર કરી દેવામાં આવ્યો છે જેથી આગામી દિવસોમાં કાર્યવાહી થાય તેવી શકયતા નગરપાલિકાના સૂત્રોમાંથી મળી રહી છે. પ્રશ્નએ થાય છે કે સત્તાના નશામાં જો પદાધિકારીઓ કાયદાનું ઉલ્લઘન કરીને પોતાનું ધાર્યુ કરશે તો ભવિષ્યમાં આવા ગ્રાહક સુવિધા કેન્દ્રોના સંચાલકો ગમે તે રીતે પોતાનો આર્થિક ફાયદો ધ્યાનમાં રાખીને કદાચ દસ્તાવેજો સાથે ચેડાં કરે તો નવાઈ નહી. જેથી પક્ષ તથા મતદારોએ વિચારવું રહયું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

હિંમતનગરમાં મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો. જૈન સમાજે શોભાયાત્રા કાઢી, અનેક જૈનોએ દેરાસરમાં જઈ પૂજા કરી.
0 0

Read Time:1 Minute, 41 Second

 રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર

સાબરકાંઠામાં હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે મંગળવારે ભગવાન મહાવીર સ્વામીના ૨૨૬૪મા જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જે નિમિત્તેે જૈન સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઈઓ અને બહેનો જોડાયા હતા. એટલુ જ નહીં પણ પ્રાંતિજ,ઈડર,વડાલી, તલોદ સહિતના અન્ય સ્થળે પણ મહાવીર જયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. 

હિંમતનગરમાં નિકળેલી આ શોભાયાત્રાનો પ્રારંભ વખારીયાવાડ વિસ્તારમાં આવેલા મહાવીર ભગવાન જૈન દેરાસરથી થઈ હતી. ત્યારબાદ આ યાત્રા ટાવર ચોક અને બગીચા વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મહાવીરનગર જૈન દેરાસર ખાતે સમાપ્ત થઈ હતી. ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસ જૈન સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ અવસરે શહેરના તમામ જિનાલયોને શણગારવામાં આવ્યા હતા. ઉજવણીના ભાગરૂપે જૈન સમાજના સભ્યો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અન્નદાન તેમજ વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરી અન્ય સેવાકીય કાર્યો કર્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઈડર-વલાસણા રોડનું નવીનિકરણ કરવા પૂર્વે વૃક્ષો કાપી નંખાયા. પર્યાવરણની પરવા ન કરાતી હોવાની સ્થાનિકોમાં લાગણી.
0 0

Read Time:2 Minute, 51 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

ઇડર-વલાસણા હાઇવે પર ચાલી રહેલા રોડ નવીનીકરણના કામ દરમિયાન નડતરરૂપ અનેક વૃક્ષો કાપી નાખવામાં આવતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. વલાસણા-ઇડર રોડ ઉપર આવેલ દેશોતર, ઉમેદગઢ અને મણિયોર રોડ વિસ્તારોમાં વર્ષો જૂના વડલા, બાવળ અને ગુલમોહર જેવા વૃક્ષોને દૂર કરવામાં આવી રહ્યા છે. જેથી વિસ્તારોમાં પહેલાંથી જ હરિયાળી માટે ઓળખાતા માર્ગ પર હવે વૃક્ષવિહીન બની જશે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, વલાસણાથી ઇડર સુધીનો માર્ગ અગાઉ ઘનઘોર છાયા આપતા અનેક વૃક્ષોથી ઢંકાયેલો રહેતો હતો, જેના કારણે ઉનાળાની ગરમીમાં મુસાફરો, પશુઓ અને પક્ષીઓ માટે છાંયડાની કુદરતી સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ અત્યારે રોડનું વિસ્તરણ અને નવીનીકરણના ભાગરૂપે રોડ પરથી વર્ષો પુરાણા વૃક્ષો કાપી નાખવામાં આવી રહયા છે. જેથી સમગ્ર રોડ ઝાડ વિનાનો બની રહયો છે. પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે વિકાસ માટે રોડનું નવીનીકરણ જરૂરી છે, પરંતુ તેના બદલામાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચે તે યોગ્ય નથી. મોટા પાયે વૃક્ષોના નિકંદનથી તાપમાનમાં વધારો, ધૂળનું પ્રદૂષણ વધશે. જીવજંતુઓ તથા પક્ષીઓના કુદરતી નિવાસસ્થાનોનું નામોનિશાન મટી જશે. ખાસ કરીને ગામડાં વિસ્તારમાં પશુઓ માટે છાયાનું અભાવ ગંભીર સમસ્યા બની શકે છે.

સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રોડના કામ સાથે સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ ધ્યાનમાં લેવામાં આવે. કાપવામાં આવેલા વૃક્ષોની સામે નવા વૃક્ષો તૈયાર કરવાની યોજના તરત જ બનાવીને અમલમાં મુકવાની જરૂર છે. હાલમાં ઇડર-વલાસણા રોડ પર વિકાસના કામો જોરશોરથી ચાલી રહ્યા છે, પરંતુ સાથે સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. વિકાસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવા માટે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને પગલાં લેવાય તે સમયની માંગ બની છે. મળતી માહિતી મુજબ રોજબરોજ ત્રણથી વધુ વૃક્ષો કાપીને મજુરોની મદદથી લીલા લાકડા દુર કરાઈ રહયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

આગીયોલની યુવતીને દહેજ મામલે ત્રાસ અપાતાં છ વિરૂધ્ધ ફરીયાદ.
0 0

Read Time:1 Minute, 54 Second

રિપોર્ટ‌ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આગીયોલ ગામની એક યુવતીના લગ્ન બે વર્ષ અગાઉ સુરત જિલ્લાના નાનીનરોલી ગામના એક પરિવારના યુવાન સાથે કરાયા બાદ ગમે તે કારણસર સાસરીયાઓએ દહેજની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે આ યુવતીએ ગુરૂવારે તેમની વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આ અંગે હાલ આગીયોલ ગામે રહેતા પ્રિયંકાબેન સોલંકીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ બે વર્ષ અગાઉ તેણીના લગ્ન નાનીનરોલી ગામના એક પરિવારના યુવાન સાથે કરાયા હતા ત્યારબાદ સાસરી પક્ષના સિધ્ધાર્થ રમેશભાઈ રાઠોડ, રમેશ રવાભાઈ રાઠોડ, પાર્થ રમેશભાઈ રાઠોડ, સુરેખાબેન રમેશભાઈ રાઠોડ, હિતેશ જયંતિભાઈ રાઠોડ અને પાયલ રાઠોડ દ્વારા પ્રિયંકાબેનના પતિ સિધ્ધાર્થ રાઠોડને ચઢામણી કરી દહેજની માંગણી કરી અવાર નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું.

જેથી કંટળીને પ્રિયંકાબેન સોલંકીએ પિયરમાં આવી સાસરીમાં અપાતાં ત્રાસ અંગે વાકેફ કર્યા હતા અને આખરે પ્રિયંકા બેને સાસરીયા વિરૂધ્ધ ગુરૂવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં દહેજ ધારાના ભંગ બદલ ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %